કંપની સેક્રેટરી (સીએસ) કોઈ કંપનીનું કેન્દ્રબિન્દુ હોય છે. કંપની એક્ટ-2013ના લાગૂ થયા બાદ કંપની સેક્રેટરી માટે તકો ઘણી વધી ગઈ છે. આ એક્ટ મુજબ ભારતમાં પાંચ કરોડ અથવા તેથી વધુ શેરમૂડી ધરાવતી દરેક કંપનીઓમાં એક ફૂલટાઇમ કંપની સેક્રેટરીની નિમણૂંક અનિવાર્ય કરવામાં આવી હતી.