ભાષાની કોઈ સમસ્યા ન હોવાની સાથે રોજગારીની અપાર શક્યતાઓને કારણે આયરલેન્ડ ભારતીયો માટે વિદેશમાં અભ્યાસ કરવા માટેની સૌથી સારી જગ્યા છે. આયરલેન્ડની બધી યુનિવર્સિટીઝ દુનિયાની ટોપ યુનિવર્સિટીમાં સામેલ અને ત્યાંની ટેકનોલોજી ઇન્સ્ટીટ્યૂટ્સ પોતાની ઇન્ડસ્ટ્રીઝની સાથેના સારા સંબંધો અને રોજગારી પ્રાપ્ત કરનારા ગ્રેજ્યુએટ્સ માટે જાણીતી છે. દેશમાં વિદ્યાર્થીઓને બહુસાંસ્કૃતિક વાતાવરણ આપવામાં આવે છે અને દુનિયાના કોઈપણ ખૂણામાંથી આવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૭ મુજબ આયરલેન્ડ દુનિયાનાં ૧૦ સૌથી સુરક્ષિત દેશોમાં સામેલ છે.
વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ માટેની દરેક પ્રતિષ્ઠિત કૉલેજમાં ખાસ કરીને યૂકે, યૂએસએ અને ઓસ્ટ્રેલિયામાં દરેક વિદ્યાર્થી માટે તેમના ઓળખીતા વીમા એજન્ટની તરફથી સ્વાસ્થ્ય વીમા પોલિસી અનિવાર્ય હોય છે. તેનું કારણ એ છે કે, ઘરથી દૂર કોઈ અન્ય દેશમાં જો કોઈ વિદ્યાર્થીને બીમાર પડવા પર હોસ્પિટલમાં દાખલ કરવો પડે તો તેનો ખર્ચ વિદ્યાર્થીઓનાં સમગ્ર શિક્ષણનાં બજેટથી પણ વધુ થઈ શકે છે.